Home / Religion : Know when Amarnath Yatra is starting, changes in the duration of the yatra

Dharmlok: જાણો ક્યારે શરૂ થઈ રહી છે અમરનાથ યાત્રા, આ વાતનું રાખવું પડશે ધ્યાન

Dharmlok: જાણો ક્યારે શરૂ થઈ રહી છે અમરનાથ યાત્રા, આ વાતનું રાખવું પડશે ધ્યાન

આ વર્ષે અમરનાથ યાત્રાનો સમયગાળો ઘટાડવામાં આવ્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આ વખતે યાત્રા ૩ જુલાઈથી શરૂ થશે અને 38 દિવસ સુધી ચાલશે. ગયા વખતે અમરનાથ યાત્રા 52 દિવસની હતી. પહેલગામ આતંદવાદી હુમલા પછી, જમ્મુ અને કાશ્મીરમાં પવિત્ર યાત્રાધામની સુરક્ષા માટે એક મોટી સુરક્ષા યોજના તૈયાર કરવામાં આવી હતી. એક સુનિયોજિત યોજના બનાવવામાં આવી છે, જેમાં CRPF જમ્મુ અને કાશ્મીર પોલીસ અને સેનાનો સમાવેશ થાય છે.

સુરક્ષા માટે CRPF અને અન્ય અર્ધલશ્કરી દળોની કુલ ૫૮૧ કંપનીઓ તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત જમ્મુ અને કાશ્મીર પોલીસ પણ હાજર રહેશે. તમામ સુરક્ષા માર્ગોનું સુરક્ષા ઓડિટ અને ડિજિટલ મેપિંગ કરવામાં આવ્યું છે. CRPF DG પોતે પહેલગામ ગયા છે અને સુરક્ષાની સમીક્ષા કરી છે. દરેક યાત્રાળુને ડિજિટલ ઓળખ કાર્ડ બનાવવામાં આવશે.

યાત્રાના કાફલામાં જામર હશે જેથી IED વિસ્ફોટ જેવી ઘટનાઓને અટકાવી શકાય. સુરક્ષા કર્મચારીઓ પાસે સેટેલાઈટ ફોન હશે. યાત્રીઓ અને વાહનોમાં રેડિયો ફ્રીક્વન્સી આઈડેન્ટિફિકેશન (RFID) હશે. યાત્રામાં પોલીસ અને સીઆરપીએફની અલગ અલગ સમર્પિત પીસીઆર વાન હશે.

ઉચ્ચ સ્તરીય સુરક્ષા સમીક્ષા બેઠકમાં અત્યંત સતર્કતા જાળવવા અને પવિત્ર યાત્રાળુ સુગમ સંચાલન સુનિશ્ચિત્ત કરવા સૂચનાઓ આપી. અમરનાથ યાત્રાનો સમયગાળો ઘટાડવાનો નિર્ણય હવામાનના આધારે નક્કી કરવામાં આવે છે.

Related News

Icon