જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે સમયાંતરે દરેક ગ્રહો તેમની રાશિ પરિવર્તન કરે છે, જેના કારણે કેટલાક અદ્ભુત સંયોગ પણ બને છે. આ માર્ચ મહિનામાં રાશિચક્રમાં સૌથી મોટું રાશિ પરિવર્તન થઈ રહ્યું છે. હકીકતમાં માર્ચના અંતમાં એટલે કે 29 માર્ચે આંશિક સૂર્યગ્રહણ થવાનું છે, અને તે જ દિવસે શનિ કુંભ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરવાના છે.

