રાજસ્થાન રોયલ્સની ટીમ 30 માર્ચે IPL 2025માં પોતાની પહેલી જીત નોંધાવવામાં સફળ રહી હતી. ગુવાહાટીમાં રમાયેલી મેચમાં રાજસ્થાને ચેન્નાઈ સુપર કિંગ્સને 6 રનથી હરાવ્યું હતું. આ રીતે, રાજસ્થાન રોયલ્સના કાર્યકારી કેપ્ટન રિયાન પરાગે તેની કેપ્ટનશિપ હેઠળ પ્રથમ જીતનો સ્વાદ ચાખ્યો હતો. જોકે, આ જીત સાથે તેના માટે એક ખરાબ સમાચાર પણ આવ્યા છે. રિયાન પરાગ પર લાખોનો દંડ ફટકારવામાં આવ્યો છે. ચેન્નાઈ સામેની મેચમાં સ્લો ઓવર રેટ બદલ તેના પર આ દંડ ફટકારવામાં આવ્યો છે.

