
RR vs RCB: IPL સિઝન 18ની 28મી મેચ આજે રાજસ્થાન રોયલ્સ (RR) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચે સવાઈ માનસિંહ સ્ટેડિયમ (જયપુર) ખાતે રમાશે. RCBની ટીમ આ મેચ રાજસ્થાન સામે ગ્રીન જર્સી (RCB Green Jersey Match 2025) પહેરીને રમશે. ચાલો તમને જણાવીએ કે ટીમ આ ખાસ જર્સી કેમ પહેરે છે અને આ જર્સીમાં ટીમ અને વિરાટ કોહલી (Virat Kohli) નો રેકોર્ડ કેવો છે.
RCB ગ્રીન જર્સી કેમ પહેરે છે?
આ ટીમની "ગો ગ્રીન" પહેલનો એક ભાગ છે, જેમાં તે દરેક સીઝનમાં એક મેચ માટે ગ્રીન કીટ (Green Jersey) પહેરીને રમે છે. જેથી પર્યાવરણ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા વિશે જાગૃતિ ફેલાવી શકાય. આ પહેલનો હેતુ પર્યાવરણને સ્વચ્છ રાખવા, શક્ય તેટલા વૃક્ષો વાવવા, કચરો ઘટાડવા વગેરે છે.
મેચ પહેલા સોશિયલ મીડિયા પર માહિતી આપતા, RCB એ લખ્યું, "તમામ RCB જર્સી 95% કાપડ અને પોલિએસ્ટર કચરામાંથી બનાવવામાં આવે છે, અને પુમાના રેફિબ્રે ફેબ્રિક દ્વારા ગુણવત્તા ગુમાવ્યા વિના ઘણી વખત રિસાયકલ કરી શકાય છે."
https://twitter.com/RCBTweets/status/1911312428656099355
ગ્રીન જર્સીમાં RCBનો રેકોર્ડ કેવો છે?
ગ્રીન કીટમાં RCBનો રેકોર્ડ સારો નથી રહ્યો. ટીમે 2011થી ગ્રીન જર્સી (Green Jersey)માં 14 મેચ રમી છે. આમાંથી ટીમે ફક્ત 4 મેચ જીતી છે જ્યારે 9 મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો અને 1 મેચ અનિર્ણિત રહી હતી.
ગ્રીન જર્સીમાં વિરાટ કોહલીનો રેકોર્ડ કેવો છે?
RCBની ટીમથી વિપરીત, વિરાટ કોહલી (Virat Kohli) નો આમાં રેકોર્ડ સારો રહ્યો છે, તેણે આ ખાસ કિટમાં 13 મેચ રમી છે. તેણે 33.92ની એવરેજ અને 141.8ની સ્ટ્રાઇક રેટથી 441 રન બનાવ્યા છે. આ જર્સી (Green Jersey) માં તેણે 4 અડધી સદી અને 1 સદી પણ ફટકારી છે.