
SCO એટલે કે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની ચીનમાં યોજાયેલી પરિષદમાં ભારતના સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનને ઘેર્યું હતું. ચીનના કિંગદાઓમાં યોજાયેલી એક બેઠકમાં તેમણે કહ્યું કે, આતંકવાદીઓને નાણાં આપનારાઓને જવાબદાર ઠેરવવા જોઈએ. આ દરમિયાન તેમણે એક દસ્તાવેજ પર હસ્તાક્ષર કરવાની પણ ના પાડી દીધી હોવાનું જાણવા મળ્યું છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાજનાથ સિંહે જે દસ્તાવેજો પર સાઈન કરવાની ના પાડી તેમાં પહેલગામનો ઉલ્લેખ નહોતો. પરંતુ બલુચિસ્તાનનો સમાવેશ કરાયો હતો. હાલમાં આ બાબતે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. 22 એપ્રિલે આતંકવાદીઓએ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 26 પ્રવાસીઓને જાતિ પૂછીને ગોળી મારીને મારી નાખ્યા હતા.
https://x.com/ANI/status/1854773575926136893">
https://twitter.com/ANI/status/1938116751318773962
શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની ચીનમાં યોજાયેલી પરિષદમાં ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, કેટલાક દેશો આતંકવાદીઓને આશ્રય આપવા માટે સરહદ પાર આતંકવાદનો 'નીતિ સાધન' તરીકે ઉપયોગ કરી રહ્યા છે. અમારા ક્ષેત્રમાં સૌથી મોટા પડકારો શાંતિ, સુરક્ષા અને વિશ્વાસના અભાવ સાથે સંબંધિત છે. આ સમસ્યાઓનું મૂળ કારણ વધતો કટ્ટરવાદ, ઉગ્રવાદ અને આતંકવાદ છે. ક્યાંય પણ શાંતિ, સમૃદ્ધિ અને આતંકવાદ એકસાથે ચાલી શકે નહીં.
રાજનાથ સિંહે કહ્યું કે, આતંકવાદ સામે લડવામાં બેવડા ધોરણો માટે કોઈ સ્થાન ન હોવું જોઈએ. SCO એ એવા દેશોની ટીકા કરવામાં અચકાવું જોઈએ નહીં જે આ ખતરાનો સામનો કરવામાં બેવડા ધોરણો અપનાવે છે. સિંહે એમ પણ કહ્યું કે પહેલગામ આતંકવાદી હુમલાની પદ્ધતિ ભારતમાં લશ્કર-એ-તૈયબાના અગાઉના આતંકવાદી હુમલાઓ જેવી જ હતી. ભારત આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતાની નીતિ અપનાવી રહ્યું છે.
એવું માનવામાં આવે છે કે, સિંહે SCOના સંયુક્ત નિવેદન પર હસ્તાક્ષર ન કર્યા એ ભારતની આતંકવાદ સામે કડક નીતિ દર્શાવે છે. પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતે અમેરિકા સહિત ઘણા દેશોમાં 8 પ્રતિનિધિમંડળોને આતંકવાદ સામે સંદેશ આપવા માટે મોકલ્યા હતા.