
- વેચાણવેરો
GST કાયદા હેઠળ સ્થળ તપાસ એટલે કે કલમ ૬૭ હેઠળ ઈન્સ્પેકશન કરવાની સત્તા અધિકારીને આપી છે. ઘણી વખત અધિકારી દ્વારા આ કાર્યવાહી વખતે કડક વલણ દાખવવામાં આવે છે અને લાચાર સપ્લાયર ફટકા ખાય છે. અધિકારીની કોઈ ભૂલ કાર્યવાહી અંતર્ગત થઈ જાય તો સરકારી કાર્યવાહી અને પોતાની ફરજ બજાવવાના લીધે ઉઠાવેલા પગલા તરીકે બધુ માફ ગણાય છે પણ જો સપ્લાયર/વેપારીની ભૂલ હોય તો તરત જ કલમ ૭૪ હેઠળ કાર્યવાહી માટે ચર્ચા અને ૧૫ ટકા દંડ સાથે વેરો-વ્યાજ ભરવાની વાત આવે છે. વધુમાં જ્યારે જપ્તીનો આદેશ કરવામાં આવે છે ત્યારબાદ સ્થળ ઉપરથી કાર્યવાહી પૂર્ણ થયા બાદ અને બે પંચ સાક્ષી તરીકે સહી કરાયા બાદ તેમાં ચેડા થઈ ના શકે. આવો બનાવ મેં શ્રી સાઈ ફૂડ ગ્રેન એન્ડ આઈરન સ્ટોર્સમાં બન્યો અને પટના હાઈકોર્ટ સમક્ષ (સીવીલ રીટ કેસ નં. ૧૩૬૭૪/૨૦૨૪) વિવાદ આવ્યો. આજના લેખમાં આ ચૂકાદા વિષે ચર્ચા કરવામાં આવી છે.
તારીખ ૧૮-૧-૨૦૨૪ના રોજ સહાયક કમિશ્નરશ્રી દ્વારા અરજદારના સ્થળે કલમ ૬૭ હેઠળ સર્ચ અને ઈન્સ્પેકશન કર્યું હતું. કાર્યવાહી પૂર્ણ કર્યાની સાથે અધિકારી દ્વારા જપ્તીનો આદેશ પણ પસાર કર્યો. અધિકારી દ્વારા જપ્તીના આદેશમાં ''સ્થળ તપાસ પ્રમાણે'' અરજદારની જાણ બાર વધુમાં અધિકારી દ્વારા તારીખ ૯.૦૫.૨૦૨૪ અરજદારને કલમ ૭૪(૯) હેઠળ ડિમાન્ડ લેટર આપવામાં આવ્યો હતો અને કુલ રૂા. ૮૮૬૪૫૫૦ નું માંગણું કરવામાં આવેલ એપ્રિલ ૨૦૨૩થી જાન્યુઆરી ૨૦૨૪ના સમય માટે આનાથી નારાજ થઈ અરજદાર દ્વારા માન. પટના હાઈકોર્ટમાં રીટ કરી.
અરજદારની દલીલ
અરજદાર દ્વારા ઠોસપૂર્વક દલીલ કરવામાં આવી કે અધિકારી દ્વારા કેસના દસ્તાવેજ સાથે છેડતી કરવામાં આવી છે અને તમામ કાર્યવાહી કલમ ૬૭(૧૦)ની જોગવાઈ વિરૂદ્ધ કરી છે માટે ડિમાન્ડ લેટર અને પ્રસ્તુત કાર્યવાહી ફગાવી નાખવાની થાય.
સરકારની દલીલ
સહાયક કમિશ્નરશ્રી દ્વારા માફીનામું માંગવામાં આવ્યું અને પોતાની ભૂલ ગંભીર હોવાનું સમજીને માન. હાઈકોર્ટ પાસેથી રાહતની વિનંતી કરી. વધુમાં અધિકારી પાસે તપાસનો પૂર્વ અનુભવ હતો નહીં માટે ક્ષતી માફ કરવા આજીજી કરી.
પટના હાઈકોર્ટનો ચૂકાદો
સહાયક કમિશ્નરશ્રીના માફીનામા લીધે પટના હાઈકોર્ટ દ્વારા દસ્તાવેજ સાથે છેડતીનો ગુનો માફ કર્યો. વધુમાં ઈન્સ્પેકશનની કાર્યવાહીમાં બે નિષ્પક્ષ પંચની સાક્ષી તરીકે સહી પણ લીધી નથી જે કલમ ૬૭ તથા ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ ૧૦૦ની વિરૂદ્ધ છે. ખાતાના અધિકારીને કડક ચેતવણી આપી અને ડિમાન્ડ નોટીસ રદ્ કરવામાં આવી હતી.
- સોહમ મશરુવાળા