પૂણેના MCA સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સીરિઝની બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. પહેલી ટેસ્ટ મેચ હાર્યા બાદ બીજી ટેસ્ટમાં પણ ભારતીય ટીમની હાલત ખરાબ થતી જોવા મળી રહી છે. મેચના પહેલી ઇનિંગમાં ન્યૂઝીલેન્ડ 259 રનમાં ઓલઆઉટ થયું હતું. જ્યારે ભારતીય ટીમનો ધબડકો થતા 159 રનમાં સમેટાઈ ગઈ હતી. હવે ભારતીય ટીમ પર હારનો ખતરો મંડરાઈ રહ્યો છે. શુક્રવારે બીજા દિવસની રમતના અંત સુધીમાં ટીમે 5 વિકેટ ગુમાવીને 198 રન બનાવી લીધા હતા. હવે તેમની કુલ લીડ 301 રનની થઈ ગઈ છે.
હકીકતમાં વર્ષ 2017માં પૂણેના આ જ મેદાન પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ પહેલી બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાની ટીમ 260 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પછી પહેલી ઈનિંગમાં બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમ માત્ર 105 રનમાં સમેટાઈ ગઈ હતી. ખાસ વાત એ હતી કે આ મેચની પહેલી ઇનિંગમાં પણ વિરાટ કોહલી શૂન્ય પર આઉટ થયો હતો. તે સમયે કોહલી ટીમનો કેપ્ટન હતો.
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો.