Home / Sports : WTC point table update after India lost 2nd test against New Zealand

IND vs NZ / બીજી ટેસ્ટ હાર્યા બાદ WTCના પોઈન્ટ્સ ટેબલ પર ક્યા સ્થાને છે ટીમ ઈન્ડિયા, અહીં જાણો લેટેસ્ટ અપડેટ

IND vs NZ / બીજી ટેસ્ટ હાર્યા બાદ WTCના પોઈન્ટ્સ ટેબલ પર ક્યા સ્થાને છે ટીમ ઈન્ડિયા, અહીં જાણો લેટેસ્ટ અપડેટ

ન્યુઝીલેન્ડે પુણે ભારતને બીજી ટેસ્ટમાં હરાવીને સિરીઝ પોતાના નામે કરી લીધી છે . રોહિત શર્માની આગેવાની હેઠળ ટીમ ઈન્ડિયાને 113 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે ન્યુઝીલેન્ડે ભારતની ધરતી પર સિરીઝ જીતીને ઈતિહાસ રચ્યો છે. તે જ સમયે, ટીમ ઈન્ડિયાએ 12 વર્ષ પછી ઘરઆંગણે ટેસ્ટ સિરીઝ ગુમાવી છે. આ હાર બાદ ભારતને મોટો ઝટકો લાગ્યો છે. જો કે, આ હાર છતાં, ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ના પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પર છે, પરંતુ બીજા સ્થાન પર રહેલ ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે હવે થોડો જ તફાવત છે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ્સ ટેબલમાં ભારત

પુણે ટેસ્ટ પહેલા ભારતીય ટીમ 68.06 PCT સાથે ટોપ પર હતી, પરંતુ બીજી ટેસ્ટ હાર્યા બાદ ભારતનું PCT 62.82 થઈ ગયું છે. ઓસ્ટ્રેલિયા 62.5 PCT સાથે ભારત પછી બીજા ક્રમે છે. આ રીતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બહુ ઓછો તફાવત છે. તે જ સમયે, ભારતીય ટીમની હાર અને ન્યુઝીલેન્ડની જીતને કારણે શ્રીલંકાની ફાઈનલમાં પહોંચવાની તકમાં વધારો થયો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા પછી શ્રીલંકા ત્રીજા સ્થાને છે. શ્રીલંકા 55.56 PCT સાથે ત્રીજા સ્થાને છે. જ્યારે ન્યુઝીલેન્ડ 50 PCT સાથે ચોથા સ્થાને પહોંચી ગયું છે. હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ્સ ટેબલની પ્રથમ 4 ટીમો વચ્ચે રસપ્રદ જંગ જોવા મળી રહી છે.

પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો.