પુણેમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ ત્રીજા દિવસે જોરદાર વળતો પ્રહાર કર્યો છે. એક સમયે એવું લાગતું હતું કે ન્યુઝીલેન્ડની ટીમ આ મેચ આસાનીથી જીતી જશે, પરંતુ ટીમ ઈન્ડિયાએ રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરની મજબૂત સ્પિન બોલિંગથી કમબેક કર્યું છે. બીજી ઈનિંગમાં ન્યુઝીલેન્ડની ટીમ 255 રન જ બનાવી શકી હતી. હવે ટીમ ઈન્ડિયાને જીતવા માટે 359 રન બનાવવા પડશે.
પ્રથમ ઈનીંગમાં ન્યુઝીલેન્ડે ડેવોન કોનવે અને રચિન રવિન્દ્રની અડધી સદીની મદદથી 259 રન બનાવ્યા હતા. ભારત તરફથી વોશિંગ્ટન સુંદરે સાત વિકેટ ઝડપી હતી. આ પછી ટીમ ઈન્ડિયા તેની પ્રથમ ઈનિંગમાં 156 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે કિવી ટીમને 103 રનની જંગી લીડ મળી હતી. હવે બીજી ઈનિંગમાં ન્યુઝીલેન્ડે 255 રન બનાવી લીધા છે અને ભારતને 359 રનનો ટાર્ગેટ આપ્યો છે.
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો.