
ટીમ ઈન્ડિયા હાલમાં ઈંગ્લેન્ડના પ્રવાસ પર છે, જ્યાં બંને ટીમો વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. આ સિરીઝ ઓગસ્ટ સુધી રમાશે, જ્યારે આ સિરીઝ પછી ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશનો પ્રવાસ કરવાની હતી. આ પ્રવાસ પર ટીમ ઈન્ડિયા ODI અને T20 સિરીઝ રમવાની હતી. ODI સિરીઝમાં, લાંબા સમય પછી, ફેન્સને રોહિત શર્મા અને વિરાટ કોહલીની જોડીને પણ રમતી જોવા મળવાની હતી. હવે બાંગ્લાદેશ પ્રવાસ અંગે એક મોટું અપડેટ સામે આવ્યુંછે, જેનાથી રોહિત અને વિરાટના ફેન્સને મોટો ઝટકો લાગ્યો છે.
ટીમ ઈન્ડિયાનો બાંગ્લાદેશ પ્રવાસ રદ્દ
અહેવાલ મુજબ, ઓગસ્ટમાં ટીમ ઈન્ડિયાનો બાંગ્લાદેશ પ્રવાસ હવે રદ્દ કરવામાં આવ્યો છે. જોકે, બંને દેશોના ક્રિકેટ બોર્ડ દ્વારા આ અંગે કોઈ સત્તાવાર માહિતી નથી આપવામાં આવી. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના એક અધિકારીએ જણાવ્યું, "અમે ચાલુ રાખીશું, અમે બજારનું સંશોધન કરવા માટે સમય કાઢીશું. ઉતાવળ કરવાનો કોઈ અર્થ નથી. અમે અલગ અલગ કરાર આપી શકીએ છીએ." આ પ્રવાસ મુલતવી રાખવાનો પહેલો સંકેત ત્યારે મળ્યો જ્યારે BCB એ તેના મીડિયા અધિકારોનું વેચાણ બંધ કરી દીધું હતું.
BCBના અધિકારીએ કહ્યું, "ભારત સાથેની સિરીઝની તારીખ હજુ નક્કી થઈ નથી. BCCI એ કહ્યું કે ઓગસ્ટમાં આવવું તેમના માટે મુશ્કેલ છે. તે FTPનો ભાગ છે." જોકે, BCCI દ્વારા હજુ સુધી આ વિશે કંઈ નથી કહેવામાં આવ્યું. જોકે, એક અઠવાડિયામાં આ અંગે નિર્ણય લઈ શકાય છે. એક પ્રસારણકર્તાએ જણાવ્યું કે "તેઓએ અમને જાણ કરી છે કે ભારત સાથે કોઈ સિરીઝ નથી. ટેન્ડર જાહેર કર્યા પછી, તેઓએ ITT પ્રદાન નથી કર્યું. તેઓ હાલમાં ફક્ત પાકિસ્તાન સિરીઝ માટે વેચાણ કરી રહ્યા છે."
રોહિત-વિરાટ ODI સિરીઝમાં જોવા મળી શક્યા હોત
મે મહિનામાં, રોહિત શર્મા અને વિરાટ કોહલીએ IPL 2025 દરમિયાન ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈને બધાને આશ્ચર્યચકિત કરી દીધા. હવે આ બંને દિગ્ગજ ફક્ત ODI ક્રિકેટમાં રમતા જોવા મળશે. ત્યારે ફેન્સને આશા હતી કે રોહિત-વિરાટની જોડી બાંગ્લાદેશ પ્રવાસ પર ODI સિરીઝમાં રમતી જોવા મળશે, પરંતુ હવે ફેન્સને વધુ રાહ જોવી પડી શકે છે.