
અમદાવાદમાં તાંત્રિક વિધિના નામે ભુવાએ 22 તોલા સોનું પડાવી લીધું હોવાની ફરિયાદ નોંધાઈ છે. ભુવાએ મહિલાની બીમારી દૂર કરવાના નામે ઠગાઈ આચરવામા આવી. ભૂવાએ બીમારી દૂર કરવાનાં નામે મહિલા પાસેથી 22 તોલા સોનું પોટલીમાં મુકાવીને ઠગાઈ આચરી હતી. આ ભૂવો ફરિયાદી મહિલાને પોતની સાથે શારીરિક સંબંધ બાંધવા માટે પણ દબાણ કરતો હતો. આ ભૂવાએ અનેક લોકોને શિકાર બનાવ્યા હોવાનો પણ ખુલાસો થયો છે. જે બાદ મહિલાએ સોલા પોલીસ સ્ટેશનમાં ભૂવા ચંદ્રકાંત પંચાલ સામે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગોતાના વંદે માતરમ ફ્લેટમાં રહેતો ભૂવો ચંદ્રકાંત પંચાલ તાંત્રિક વિધિના બહાને સોલામાં રહેતી મહિલા સહિત 3 લોકો પાસેથી રોકડ અને દાગીના મળીને કુલ 15 લાખની મત્તા પડાવીને ફરાર થઈ ગયો હતો. આ ભૂવા વિરુદ્ધ માંડલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હોવાથી પોલીસે તેની ધરપકડ કરતા સોલા પોલીસે તેની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરશે.
સોલાની મહિલાને લાંબા સમયથી કમરના દુખાવાની તકલીફ હતી. સારવાર છતાં કોઈ ફરક નહીં પડતા પરિવારના સભ્યોએ સગાં સંબંધી પાસેથી ચંદ્રકાંત પંચાલ (ગોતા) નામના ભુવાનો સંપર્ક કર્યો હતો. ચંદ્રકાંતે પરિવારના સભ્યોને કહ્યું હતું કે, વિધિ માટે કાળાં કપડાંમાં સોનાના દાગીનાની 22 પોટલી બનાવી ઘરના જુદા જુદા ખૂણામાં મૂકવી પડશે. આમ કહી 22 તોલા સોનાની પોટલીઓ બનાવીને દરેક ખૂણામાં મુકાવી હતી.