અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતો પાખંડી ભૂવા ચંદ્રકાંત પંચાલની આજે સોલા પોલીસ દ્વારા કસ્ટડી લેવામાં આવી છે. સોલા પોલીસે આજે ચંદ્રકાંત પંચાલની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી છે. પાખંડી ભુવા ચંદ્રકાંત પંચાલ વિરુદ્ધ માંડલ, સોલા અને ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. તાંત્રિક વિધિના નામે જોવડાવવા આવતા લોકોના ભરમાવી- વિધિના બહાને સોના ચાંદીના દાગીના પડાવી લેતો હતો. ચંદ્રકાંત પંચાલ કહેતો કે, હું અઘોરી ભુવો છું, મેલી વિદ્યા દૂર કરવા માટે વિધિ કરવી પડશે એવું લોકોને ભરમાવીને સોના ચાંદીના ઘરેણા પડાવતો હતો.

