Pahalgam Terror Attack: પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 28 ભારતીયોના મોત નીપજ્યા છે. આ હુમલા બાદથી સમગ્ર દેશમાં રોષ ભભૂકી રહ્યો છે અને દરેક વ્યક્તિ ભારત સરકાર કોઈ મોટી કાર્યવાહી કરે તેની રાહ જોઈ રહ્યા છે. દેશ ઉપરાંત વિશ્વભરના દેશોમાં આ અંગે ગુસ્સો છે. દરમિયાન ઈઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કર્યો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે 'બેન્જામિન નેતન્યાહૂએ ભારતીય ધરતી પર થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી છે. તેમણે ભારતના લોકો અને પીડિતોના પરિવારો સાથે એકતા વ્યક્ત કરી હતી.

