ભારતીય સશસ્ત્ર દળો અને ઓપરેશન સિંદૂર સાથે એકતા દર્શાવવા માટે પહેલગામના ભાજપના નેતાઓ અને સ્થાનિક લોકોએ આ વિસ્તારમાં તિરંગા યાત્રા કાઢી હતી. તિરંગા યાત્રા દરમિયાન, પહેલગામ લોકલ પોનીવાલા એસોસિએશનના પ્રમુખ અબ્દુલ વાહિદ વાનીએ કહ્યું કે આ રેલી એ રાક્ષસોને જવાબ છે જેમણે અહીં કાયર હુમલો કર્યો હતો. કાશ્મીર ભારતનો એક ભાગ છે. અમે આ રેલી દ્વારા પ્રવાસીઓને આમંત્રણ આપવા માંગીએ છીએ અને તેમને અહીં આવવા કહેવા માંગીએ છીએ, કાશ્મીર તમારું છે. અમે તમને ક્યારેય કંઈ થવા દઈશું નહીં.

