દુનિયામાં બે પ્રકારના લોકો છે. એક તે છે જે બીજાને મુશ્કેલીમાં જોઈને મોં ફેરવી લે છે. બીજા જે પોતાના જીવની પરવા કર્યા વિના માનવતાનું ઉદાહરણ બેસાડે છે. સોશિયલ મીડિયા પર આવા જ એક વીડિયોએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. તેમાં જોઈ શકાય છે કે અકસ્માત બાદ એક કાર આગની લપેટમાં આવી જાય છે. ડ્રાઈવર અંદર ફસાઈ ગયો છે. પરંતુ બીજી જ ક્ષણે ત્યાં જે કંઈ થાય છે તે કોઈ ચમત્કારથી ઓછું નથી.

