Lottery Ticket: કેનેડામાં રહેતા ભારતીય મૂળના સંદીપ પટેલના જીવનમાં એવો બદલાવ આવ્યો કે તે રાતોરાત કરોડપતિ બની ગયો હતો. તેણે 10 લાખ ડોલરનું ઈનામ જીત્યું છે. જો આ રકમને રૂપિયામાં ફેરવવામાં આવે તો તે 6.13 કરોડ રૂપિયાથી વધુ થાય છે. કેનેડા સ્થિત લોટરી વિજેતા સંદીપ પટેલ ઓન્ટારિયોના અર્નપ્રિઓરમાં રહે છે અને પોતાનો વ્યવસાય ચલાવે છે.

