યુપીના આગ્રામાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. એક વ્યક્તિ ઉપર તેની પત્નીએ આરોપ લગાવ્યો છે કે, વ્યક્તિ પોતાની જ સાળીને વશ કરવા માટે રાત્રે 12 વાગ્યે ઘરમાં તંત્ર-મંત્રની વિધિ કરાવે છે. રાત્રે 2 વાગ્યે તંત્ર મંત્ર અને મેલીવિદ્યાનો ઉપયોગ કર્યા બાદ યુવકે તેની પત્નીને માર પણ માર્યો હતો. જણાવી દઈએ કે યુવકની પત્નીની બહેનના લગ્ન તેના નાના ભાઈ સાથે થયા છે. એક બાજુ બે ભાઈ અને બીજી બાજુ બે બહેનો છે. તંત્ર મંત્ર અને મારપીટથી પરેશાન પત્નીએ પોલીસ કમિશનરને ન્યાય માટે અરજી કરી છે. પોલીસ કમિશનરની ઓફિસે આ ફરિયાદ ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટરમાં ટ્રાન્સફર કરી હતી.
જણાવી દઈએ કે, જગદીશપુરાના રહેવાસી યુવક સાથે 2013માં હિંદુ રીતિ-રિવાજ મુજબ મહિલાના લગ્ન થયા હતા. બંનેને એક 7 વર્ષનો અને બીજો 9 વર્ષો એમ બે પુત્રો છે. લગ્નના 4 વર્ષ સુધી બધું બરાબર ચાલી રહ્યું હતું. 2017 પછી અચાનક પતિને તાંત્રિક વિદ્યાનું ભૂત ચડ્યું. જેના કારણે પતિ-પત્ની વચ્ચે નિયમિત ઝઘડા થતા હતા.
પત્નીનો આરોપ છે કે પતિ તેની બહેનને મનાવવા માટે તંત્ર-મંત્રનો સહારો લે છે. જ્યારે તેની પત્ની ના પાડે ત્યારે તે તેને મારતો હતો. આરોપ છે કે 2020માં પતિએ પત્નીને માર મારીને ઘરની બહાર કાઢી મુકી હતી.
જો કે, મહિલાએ ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટરના કાઉન્સેલરને જણાવ્યું હતું કે 2020 માં પિયર ગયા પછી તે વચ્ચે વચ્ચે સાસરે આવતી જતી રહેતી હતી. પતિની આદતોમાં કોઈ સુધારો ન જોતા તે સાસરે ન રહી.

