કોઈપણ કપલ માટે ફોટોશૂટ કરાવવું એ તેના જીવનની યાદોને સુંદર બનાવવાની એક રીત છે. પરંતુ ક્યારેક કંઈક એવું બને છે કે આ ફોટોશૂટ જીવનભર ખોટી રીતે યાદ રહી જાય છે. કેનેડાથી ભારત આવેલા એક ભારતીય દંપતી સાથે પણ આવું જ કંઈક બન્યું. આ દંપતીએ પોતાના માટે ફોટોશૂટ કરાવવાનું નક્કી કર્યું હતું પરંતુ ફોટોશૂટ દરમિયાન કલર બોમ્બ ફૂટ્યો અને દુલ્હન ઘાયલ થઈ ગઈ.

