USની એક ફેડરલ અપીલ કોર્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને Tariff વસૂલવાનું ચાલુ રાખવાની મંજૂરી આપી છે. કોર્ટે ગુરુવારે (અમેરિકન સમય મુજબ) ઇમરજન્સી પાવર્સ એક્ટનો ઉપયોગ કરીને આ મહત્વપૂર્ણ આદેશ પસાર કર્યો. ટ્રમ્પ વહીવટીતંત્રે સરકારની આર્થિક નીતિઓના મોટા ભાગને રદ કરવા સામે અપીલ કરી હતી. કોર્ટે ટ્રમ્પ વહીવટીતંત્રની એક કટોકટી અરજી પરની દલીલ સ્વીકારી, જેમાં સરકારે કહ્યું હતું કે અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે ફેડરલ ટ્રેડ કોર્ટના નિર્ણય પર રોક લગાવવી જરૂરી છે.

