'સ્પાઇડર્સ વેબ' નામનું આ ઓપરેશન યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી અને યુક્રેનની સ્થાનિક ગુપ્તચર એજન્સી SBU ના વડા વાસિલ માલ્યુકની સીધી દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું. ક્ષતિગ્રસ્ત વિમાનોની સંખ્યા હજુ સુધી પુષ્ટિ મળી નથી, પરંતુ જો પુષ્ટિ થાય છે, તો યુદ્ધ શરૂ થયા પછી યુક્રેન દ્વારા આ હુમલો સૌથી વિનાશક ડ્રોન હુમલો હશે, જેમાં 117 ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવે છે. યુક્રેનિયન ગુપ્તચર એજન્સીઓએ રવિવારે રશિયાની અંદર અનેક એરબેઝને નિશાન બનાવીને ખૂબ જ જટિલ અને ગુપ્ત કાર્યવાહી હાથ ધરી હતી. આ હુમલામાં રશિયાને ભારે નુકસાન થયું હતું અને તેના 41 યુદ્ધ વિમાનોનો નાશ થયો હતો. યુક્રેનિયન એજન્ટોએ દૂરની સરહદો પાર કરવા માટે એક અનોખી પદ્ધતિ અપનાવી હતી. લાકડાના શેડની છતમાં વિસ્ફોટકોથી સજ્જ ડ્રોન છુપાવ્યા હતા.

