Home / World : Russia's S-400 missile system's brilliant feat, operator soldiers rewarded

રશિયાની S-400 મિસાઇલ સિસ્ટમનું શાનદાર કારનામુ, ઓપરેટર સૈનિકોને આપ્યું ઈનામ

રશિયાની S-400 મિસાઇલ સિસ્ટમનું શાનદાર કારનામુ, ઓપરેટર સૈનિકોને આપ્યું ઈનામ

રશિયાએ દાવો કર્યો છે કે, તેમની S-400 મિસાઈલ સિસ્ટમે યુક્રેની F-16 લડાકૂ વિમાનને તોડી પાડ્યું છે. આ પ્રથમ વખત છે જ્યારે S-400એ F-16નો શિકાર કર્યો છે. આ ઘટના બાદ રશિયામાં S-400 ઓપરેટ કરનારા સૈનિકોને ઈનામ પણ આપવામાં આવ્યું છે. આ ઘટનાથી અમેરિકાનું ટેન્શન વધી ગયુ છે, કારણ કે તે દુનિયામાં F-16નો સૌથી મોટો ઓપરેટર અને એકમાત્ર ઉત્પાદક છે. આ વિમાનનો વિશ્વના ડર્ઝનો દેશ ઉપયોગ કરે છે, જેમાં ભારતનો પાડોસી દેશ પાકિસ્તાન પણ સામેલ છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

એક અહેવાલ પ્રમાણે રશિયન તેલ ઉદ્યોગ માટે પ્રોપેન્ટ્સ બનાવતી ફોરોસ કંપનીએ F-16 ને તોડી પાડવામાં સામેલ S-400 સિસ્ટમના 12 ક્રૂ સભ્યોને 15 મિલિયન રુબલ (લગભગ 195,000 ડોલર) ચૂકવ્યા છે. પુરસ્કાર સમારોહ 29 મેના રોજ સરહદી ક્ષેત્રમાં કમાન્ડિંગ અધિકારીઓની હાજરીમાં યોજાયો હતો.

આ અગાઉ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે, Su-35S લડાકૂ વિમાને S-400 સિસ્ટમને ટાર્ગેટ કરવાની જાણકારી આપી હશે, જેથી તેને તોડી પાડવાનું સરળ બન્યું હશે. એવું માનવામાં આવતું હતું કે F-16ની ઓછી ઊંચાઈ અને S-400 થી વધુ અંતરના કારણે આ સિસ્ટમના એન્ગેજમેન્ટ રેન્જની બહાર  થઈ ગયા હશે. જોકે, એવોર્ડ વિજેતાઓમાંSu-35S પાઈલટની ગેરહાજરી સૂચવે છે કે માત્ર S-400 સિસ્ટમે જ યુક્રેનિયન F-16ને શોધી કાઢ્યું, ટ્રેક કર્યું અને ત્યારબાદ તેને તોડી પાડ્યું.

ફોરસે કર્યું હતું ઈનામનું એલાન

આ પહેલા સેન્ટ પીટર્સબર્ગ ઈન્ટરનેશનલ ઈકોનોમિક ફોરમના અવસર પર બોલતા ફોરસના ડિરેક્ટર જનરલ સર્ગેઈ શમોટયેવે કહ્યું હતું કે, 'અમારી કંપની યુક્રેનમાં તોડી પાડવામાં આવેલા પ્રથમ F-16 ફાઈટર જેટ માટે 15 મિલિયન રુબલનું બોનસ આપશે.' યુક્રેનિયન વાયુસેનાએ 16 મેના રોજ પોતાની ટેલિગ્રામ ચેનલ દ્વારા જણાવ્યું હતું કે, F-16 સાથેનો સંપર્ક અનિર્દિષ્ટ 'કાર્ય' કરતી વખતે તૂટી ગયો હતો.

યુક્રેને F-16 ક્રેશ પર શું કહ્યું હતું

યુક્રેને કહ્યું હતું કે, 16 મે 2025ના રોજ લગભગ 03:30 વાગ્યે [00:30 GMT] F-16 વિમાન સાથે સંપર્ક તૂટી ગયો. યુક્રેની લડાકૂ વિમાન કામ કરી રહ્યું હતું ત્યારે વિમાનમાં ઈમરજન્સીની સ્થિતિ ઊભી થઈ. પાઈલટ વિમાનને વસ્તીવાળા વિસ્તારથી દૂર લઈ જઈને સફળતાપૂર્વક બહાર નીકળી ગયો. પાઇલટને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો, અને ઘટનાની તપાસ માટે એક કમિશનની નિમણૂક કરવામાં આવી છે.

Related News

Icon