
વડોદરામાં રોડની બિસ્માર હાલતને લઈને યુવાનો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. ખાડા પડેલા રોડ પર કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરે ખોદેલા ખાડામાં ઓક્સિજનના બોટલ મૂકી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
વડોદરામાં બિસ્માર રોડને પગલે તાંદલજાના યોવાનો દ્વારા અનોખી રીતે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. રોડ પર કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરે ખોદેલા ખાડામાં ઓક્સિજનની બોટલો મૂકી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. તેની સાથે જ યુવાનોએ પોતે ઓક્સિજનના માસ્ક રોડને અને પોતે પહેરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. વિસ્તારના રોડ હાલમાં ઓક્સિજન પર હોવાની વ્યથા દર્શાવી તંત્ર સામે અનોખો વિરોધ યુવાનો દ્વારા કરવામાં આવ્યો હતો.
ચોમાસામાં રોડ વેન્ટિલેટર પર જતો રહેશે તેવી દહેશત વ્યક્ત કરીને રોડને ઓક્સિજન પૂરો પાડવાનો સ્થાનિકો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો. વરસાદી ગટરનું કામ કરવા માટે રોડના કોન્ટ્રાક્ટરે ઠેર ઠેર મોટા ખાડા ખોદીને ઑક્સીજન પર લાવી દીધા છે. જેથી તંત્રને જગાડવા અત્યારે રોડને ઑક્સીજન આપી રોડને બચાવવાનો પ્રયાસ સાથે તંત્રની કામગીરી સામે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. ખાડા ફરતે સેફટી બેરીકેટીંગ કે સાઇનબોર્ડ પણ ણ મુક્ત નાગરિકોના અકસ્માતની સંભાવનાઓ પણ ઊભી થઈ છે. તાંદલજાના યુવાન વસીમ શેખે કહ્યું, રોડની હાલત ખરાબ છે, કોન્ટ્રાક્ટર ખૂબ ધીમી કામગીરી કરે છે. રોડની હાલત ખરાબ છે તેવી અધિકારીઓની હાલત ખરાબ કરીશુંની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.