Vadodara news: વડોદરા શહેરમાં આવેલા માંજલપુર વિસ્તારમાં આજે એક ખાનગી મકાનની અંદર ટાઈલ્સ બેસાડવાની કામગીરી ચાલી રહી હતી આ દરમ્યાન અચાનક ટાઈલ્સ 10 મહિનાની રિદિયા નિનામા નામની બાળકી પર પડતા તેનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત થયું હતું. માતા-પિતાની સામે જ દીકરીએ જીવ ગુમાવતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ ઘટના બાદ કોન્ટ્રાક્ટ ત્યાંથી ફરાર થઈ ગયો હોવાનો પરિવારે આક્ષેપ કર્યો હતો. જે બાદ પરિવારે દીકરીના મોતને ન્યાય અપાવવાની પોલીસ સામે માંગ કરી હતી.

