શાળામાં વેકેશન પડયુંને સૌને મજા પડી ગઈ. કટકટ અવારનવાર પોતાના પાક્કા મિત્ર ટનટન સસલાની વાડીએ રમવા જતો. ટનટન વિચારતો: વેકેશન હોવાથી તે રમવા-કૂદવા અને ફળો ખાવા રોજ મારી વાડીએ ચોક્કસ આવશે..! પરંતુ કટકટ તો વાડીએ ગયો જ નહિ ને! આખો દિવસ મોબાઈલ લઈને બેઠો હોય! ઘરની બહાર રમવા, હરવા-ફરવાને બદલે મોબાઈલમાં ગેમ્સ, વીડિયો કે કાર્ટૂનની મજા માણે. મમ્મી-પપ્પાનું કહેવું ય ન માને ! એ તો ગાતો રહે :

