Surat news: ગુનાઓના હબ તરીકે ગણાતા એવા સુરત જિલ્લાના કડોદરાના આંત્રોલી ગામે યુવકની કરપીણ હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. કડોદરાના આંત્રોલી ગામે અંગત અદાવતમાં મિત્રોએ જ એકઠા થઈને બીજા મિત્રની કરપીણ હત્યા કરી હતી. મામા દેવના દર્શન કરવા મિત્રો સાથે રિક્ષામાં આવેલા યુવકને બીજા મિત્રોએ રહેંસી નાખી રિક્ષામાં તોડફોડ કરી હતી. જે અંગે પોલીસે ગુનો નોંધી આરોપીઓને શોધવા તપાસ શરૂ કરી છે.

