વડોદરામાં ફરી એક વખત પાલિકાની નબળી કામગીરી જોવા મળી છે. વાઘોડિયા રોડ પર વગર વરસાદે પાણી ભરાયું હતું. પાંદરથી વીસ ફૂટ ઊંચા પાણીના ફુવારા ઊડ્યાં હતા જાણે તંત્રની નબળી કામગીરીનો પુરાવો આપતા હોય તેમ. ભર બપોરે ફુવારા ઉડતા ભુલાકાઓ પાણીની મસ્તીનો આનંદ લેતા જોવા મળ્યા. આમ પણ વડોદરામાં પાણીનો કકળાટ છે ત્યક હજારો લિટર પાણી તંત્રના પાપે વહી ગયું.

