
સુરત જિલ્લાના બારડોલી નગરમાં સ્ટેશન રોડ પર આવેલી જર્જરિત પાણીની ટાંકી તોડી પાડવામાં આવી છે. આ ટાંકી છેલ્લા ત્રણ વર્ષથી જર્જરિત હાલતમાં હતી. જો કે, સ્થાનિકોએ સવાલો કર્યા હતા કે, 3 વર્ષથી જર્જરિત હતી ત્યારે અત્યારે ટાંકીને તોડવામાં આવી છે. સદનસીબે કોઈ દુર્ઘટના અગાઉ જ તંત્રએ નિર્ણય લીધો તે સારી બાબત છે.
સલામતીનું ધ્યાન રખાયું
ટાંકી તોડતા અગાઉ સલામતીના પગલાં રૂપે નગરપાલિકા તંત્રે ટાંકીની આસપાસના દુકાનદારો અને લારીવાળાઓને હટાવી દીધા હતા. વધુમાં, પાણીની ટાંકીની નજીકના રોડ પર પતરા લગાવીને કોર્ડન કરવામાં આવ્યો હતો.
દુર્ઘટના ટાળવા પ્રયાસ
JCBની મદદથી આ જર્જરિત પાણીની ટાંકીને તોડી પાડવામાં આવી છે. ટાંકીને જમીનદોસ્ત કરવામાં આવી હતી. આ કાર્યવાહી દ્વારા નગરપાલિકાએ સંભવિત દુર્ઘટનાને ટાળવાનું પગલું લીધું છે.