Rain In Gujarat: રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 28 જૂન સુધી રાજ્યભરમાં ધોધમાર વરસાદની આગાહી કરી છે. આજે રવિવારે (22 જૂન) રાજ્યના તમામ જિલ્લામાં ઍલર્ટ જાહેર કર્યુ છે. જેમાં આજે બનાસકાંઠા, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, નવસારી અને વલસાડ એમ 7 જિલ્લામાં રેડ ઍલર્ટ છે. ચાલો જાણીએ કયા-કેવો રહેશે વરસાદી માહોલ.

