આવનારા ચાર વર્ષ માટે અમેરિકા અને વિશ્વની દિશા નક્કી કરવાનો સમય આવી ગયો છે. મંગળવારે સવારે અમેરિકામાં નવા રાષ્ટ્રપતિની પસંદગી માટે વોટિંગ શરૂ થશે અને મોડી રાત સુધીમાં નક્કી થઈ જશે કે ત્યાં આગામી નેતા કોણ હશે. અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કુલ આઠ ઉમેદવારો હોવા છતાં મુખ્ય મુકાબલો ભારતીય મૂળના વાઇસ પ્રેસિડેન્ટ અને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા દેવી હેરિસ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે છે.

