વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ન્યૂયોર્કમાં લોટે ન્યૂયોર્ક પેલેસ હોટેલમાં પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. બંને નેતાઓ વચ્ચેની આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે ગાઝામાં છેલ્લા એક વર્ષથી ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. પ્રધાનમંત્રીએ ગાઝામાં માનવતાવાદી પરિસ્થિતિ પર "ઊંડી ચિંતા" વ્યક્ત કરી અને પેલેસ્ટિનિયન લોકોને ભારતના સતત સમર્થનની પુષ્ટિ કરી હતી.

