ઋતુ ગમે તે હોય દહીં આપણા ભારતીયોની જીવનશૈલીનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ભારતીય રસોડામાં તેનો ઉપયોગ ઘણી રીતે થાય છે. સદીઓથી દહીંનો ઉપયોગ ફક્ત ખોરાકમાં માટે જ નહીં, પરંતુ સ્વાસ્થ્ય અને સ્કિન કેર માટે પણ કરવામાં આવે છે. પણ પ્રશ્ન એ છે કે શું તે તમારી ત્વચા માટે સારું છે? તેના જવાબ હા છે, દહીં માત્ર સ્વાસ્થ્ય માટે જ સારું નથી પણ એકંદર ત્વચાના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારું છે. તમે તેને ખાઓ કે ચહેરા પર લગાવો, થોડા દિવસોમાં જ તમને તેના ફાયદા દેખાવા લાગશે.

