
સુરતના ઉદ્યોગ વિસ્તારમાં ગણાતા સચિન GIDC વિસ્તારમાં આપઘાતની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, ઉત્તર પ્રદેશના કોલા કાજી ગામનો રહેવાસી 22 વર્ષીય યુવકે કામની શોધમાં ચાર મહિનાં પહેલા સુરત આવ્યો હતો. હાલમાં તે સચિન GIDC વિસ્તારમાં એક ભાડાના મકાનમાં રહેતો હતો અને સ્થાનિક ઉદ્યોગમાં નોકરી કરતો હતો.
આપઘાતનું કારણ અકબંધ
ઘટનાના દિવસે, યુવક પોતાના મકાનમાં છત્તના પંખા સાથે સાડી બાંધી ગળે ફાંસો ખાઈ જીવ ટૂંકાવ્યો હતો. ઘરના અન્ય લોકો દ્વારા દરવાજો ખખડાવ્યો અને કોઈ જવાબ ન મળતા, તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી. ઘટના સ્થળે સચિન GIDC પોલીસ દોડી આવી અને મૃતદેહને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો. પોલીસ મુજબ, મૃતક યુવકની ઓળખાણ કોલા કાજી ગામના રહેવાસી તરીકે થઈ છે.
પરિવારજનો આઘાતમાં
યુવકને હાલના સમયમાં કોઈ ઘરેલું કે નોકરી સંબંધિત તણાવ ધરાવતો હતો કે નહીં, તે બાબતે તપાસ ચાલી રહી છે. ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી આવી નથી, જેથી મોતનું કારણ અકબંધ છે. પોલીસે તેમના પરિવારજનોને જાણ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. યુવકના નોખી દુનિયામાં પગ મુકવા આવ્યા બાદ આ પરિસ્થિતિએ પરિવારજનોને આઘાતમાં મૂકી દીધા છે.