
ભારતમાં સોશિયલ મીડિયા પર લાખ ફોલોઅર્સ સાથે એક ચર્ચિત ટ્રાવેલ બ્લોગર અને યૂ ટ્યુબર જ્યોતિ રાનીને દેશ વિરોધી ગતિવિધિ અને પાકિસ્તાનની જાસુસી એજન્સી સાથે સંબંધોના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. તે ટ્રાવેલ વિથ જો નામની યૂ ટ્યુબ ચેનલ ચલાવે છે અને પાકિસ્તાનના પ્રવાસ દરમિયાન ત્યા જાસુસી એજન્સી ISIના એજન્ટ સાથે સંબંધ બન્યા હતા. આ કેસમાં અત્યાર સુધી છ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જે હરિયાણા અને પંજાબના અલગ અલગ ભાગ સાથે જોડાયેલી છે.
https://twitter.com/ANI/status/1923681786288120295
પાનીપતમાંથી ઝડપાયો હતો જાસૂસ
આ પહેલા હરિયાણાના પાનીપતમાં પણ પાકિસ્તાન માટે જાસૂસીના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.પાણીપત પોલીસે 24 વર્ષીય નૌમાન ઇલાહીની ધરપકડ કરી છે. નૌમાન પર દેશની સંવેદનશીલ માહિતી પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદી ઇકબાલને મોકલવાનો આરોપ છે. પાણીપત પોલીસની ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન એજન્સી (CIA) એ આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. તપાસમાં જાણવા મળ્યું કે નૌમાન લાંબા સમયથી રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હતો અને વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા ગુપ્ત માહિતી શેર કરતો હતો.
નૌમાન ઇલાહી મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી નૌમાન ઇલાહી મૂળ ઉત્તર પ્રદેશના શામલી જિલ્લાના કૈરાનાના બેગમપુરા વિસ્તારનો રહેવાસી છે. તેની બહેન ઝીનતના લગ્ન પાણીપતમાં થયા હતા, પછી નૌમાન તેની બહેન સાથે હોલી કોલોનીમાં રહેવા આવ્યો. તે છેલ્લા ચાર મહિનાથી પાણીપતમાં રહેતો હતો. આ સમય દરમિયાન, તેણે પહેલા સેક્ટર 29 માં એક ફેક્ટરીમાં મજૂર તરીકે કામ કર્યું, પછી સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરવાનું શરૂ કર્યું.