ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકી હિરલબા જાડેજા સામે વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોરબંદરમાં હિરલબા જાડેજા સહિત 6 લોકો સામે સાયબર ફ્રોડની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સાયબર ક્રાઇમે પોતે ફરિયાદી બની આ અંગે કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદમાં બેન્કના ખાતા ખોલી સાયબર ફ્રોડ કર્યો હોવાનો ઉલ્લેખ કરાયો છે. જેમાં નોંધવામાં આવ્યું છે કે, વિવિધ બેન્કના 14 ખાતા ખોલી અલગ-અલગ રાજ્યના લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. પોરબંદરની કોટક બેન્કમાં 35.7 લાખ ખાતામાં મેળવીને સગેવગે કર્યા હતાં. આ સિવાય કર્ણાટક, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને આંધ્રપ્રદેશમાં પણ 4 કરોડની છેતરપિંડીનો આરોપ લગાવવામાં આવ્યો છે.

