
દીપિકા પાદુકોણ, સૈફ અલી ખાન અને ડાયના પેન્ટી અભિનીત ફિલ્મ 'કોકટેલ' (Cocktail) દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી. આ ફિલ્મ 2012માં થિયેટરમાં રિલીઝ થઈ હતી અને હવે લગભગ 13 વર્ષ પછી, આ ફિલ્મની સિક્વલ આવી રહી છે. 'કોકટેલ 2' (Cocktail 2) માટે શાહિદ કપૂર (Shahid Kapoor) અને કૃતિ સેનન (Kriti Sanon) ના નામ પહેલાથી જ ચર્ચામાં હતા. હવે આ બંને સિવાય ફિલ્મમાં એક સૌથની એક્ટ્રેસનું પણ નામ જોડતું છે.
'કોકટેલ 2' (Cocktail 2) માં શાહિદ અને કૃતિ સાથે રશ્મિકા મંદાના (Rashmika Mandanna) ની પણ એન્ટ્રી થઈ છે. આ ફિલ્મમાં શાહિદ આ બંને એક્ટ્રેસ સાથે રોમાન્સ ફરમાવતો જોવા મળશે.
'સ્ત્રી' અને 'છાવા' સહિતની ફિલ્મોના નિર્માતા દિનેશ વિજન જ આ ફિલ્મ બનાવી રહ્યા છે. તેનું શૂટિંગ આગામી ઓગસ્ટમાં શરૂ કરવામાં આવશે. આ ફિલ્મ માટે ભારત ઉપરાંત યુરોપના કેટલાક સ્થળો પર પણ શૂટિંગ કરાશે.
સમગ્ર શૂટિંગ આગામી જાન્યુઆરી સુધીમાં આટોપી લઈ આવતા વર્ષમાં મધ્ય સુધીમાં ફિલ્મ રિલીઝ કરવામાં આવી શકે છે. આ ફિલ્મનું દિગ્દર્શન હોમી અહમદમિયાનું હશે. જ્યારેફિલ્મની વાર્તા લવ રંજને લખી છે.