સરકારી નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે મહત્ત્વના સમાચાર આવ્યા છે. ઉત્તર પશ્ચિમ રેલવેમાં એપ્રેન્ટિસની જગ્યા માટે ભરતી બહાર પડી છે. જો કે, તેના માટે અરજી પ્રક્રિયા હજુ શરુ થઈ નથી. અરજી પ્રક્રિયા શરુ થયા પછી લાયકાત ધરાવતા ઉમેદવારો અધિકૃત વેબસાઈટ પર જઈને અરજી કરી શકે છે. આ ભરતી અભિયાનમાં 2000 થી વધુ જગ્યાઓ ભરવામાં આવશે.
GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
ક્યારથી શરુ થશે અરજી પ્રક્રિયા
ઉત્તર પશ્ચિમ રેલ્વે એપ્રેન્ટિસ ભરતી માટે અરજી પ્રક્રિયા 3 ઓક્ટોબરથી શરૂ થવાની છે અને ઉમેદવારો આ તારીખથી અરજી કરી શકશે. અરજી કરવાની છેલ્લી તારીખ 2 નવેમ્બર છે. રસ ધરાવતા અને યોગ્યતા ધરાવતા ઉમેદવારોએ 2 નવેમ્બર પહેલાં અરજી કરી શકશે.
અરજી કેવી રીતે કરશો
સૌથી પહેલા અધિકૃત વેબસાઇટ પર જાઓ.
ત્યારબાદ, ઉમેદવારોએ હોમપેજ પર સંબંધિત લિંક પર ક્લિક કરવું.
ત્યાર બાદ ઉમેદવારોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
રજીસ્ટ્રેશન પૂર્ણ કર્યા પછી ઉમેદવારોએ તેમનું અરજી ફોર્મ ભરવાનું રહેશે.
અરજી ફોર્મ ભર્યા પછી ઉમેદવારોએ તેને સબમિટ કરવાનું રહેશે.
ફોર્મ સબમિટ કર્યા પછી ઉમેદવારોએ પુષ્ટિકરણ પૃષ્ઠ ડાઉનલોડ કરો.
છેલ્લે ઉમેદવારોએ પ્રિન્ટઆઉટ લઈ લેવી.

