Home / : Details of two very important judgments of Gujarat High Court

Business Plus : GST Cess અંગે ગુજરાત હાઇકોર્ટના બે ખુબ જ મહત્વના ચુકાદાઓની વિગતો

Business Plus : GST Cess અંગે ગુજરાત હાઇકોર્ટના બે ખુબ જ મહત્વના ચુકાદાઓની વિગતો

- GSTનું A to Z 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

- હાલ મુખ્યત્વે લક્ઝરી મોટર વાહનો, તમાકુ, ચાવવાની તમાકુ, સિગરેટ, ચિરૂટ, હુક્કા, પાન મસાલા, સ્નફ, ગુટખા, એરેટેડ વોટર, કોલસો અને લીગ્નાઈટના સપ્લાય ઉપર સેસ લાગે છે.

આપણે જાણીએ છીએ કે જીએસટી કર પ્રણાલી હેઠળ કેટલી ચીજ વસ્તુઓ ઉપર જીએસટી વેરા ઉપરાંત જીએસટી સેસ લાગે છે. જીએસટી આવવાથી રાજ્યોને વિરાકીય આવકની ખોટ સરભર કરવા માટે કોમ્પેન્શન સેસનો એક અલગ કાયદો બનાવવામાં આવેલ છે. તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટના નીચે મુજબના સીમા ચિન્હરૂપ બે ચુકાદા આવેલ છે :

૧. પેટ્સન પેપર્સ પ્રાઇવેટ લિમિટેડ વિરુદ્ધ ગવર્ન્મેન્ટ ઓફ ઇન્ડિયા એસસીએ નંબર ૨૬૨૫૦ of ૨૦૨૨ (lead matter) અને ૨૦૩૪૧ of ૨૦૨૨ તેમજ ૧૯૨૭૯ of ૨૦૨૩ના કેસમાં તા ૨૮.૩.૨૦૨૫ના રોજ આપવામાં આવેલ છે જેમાં મુખ્ય મુદ્દો વેરો ભરીને એક્સપોર્ટ કરેલ હોય અને ખરીદ બાજુએ ભરેલ સેસનું રિફંડ માંગ્યું હોય.

૨. સોપારીવાલા એક્સપોર્ટ પ્રા. લી. વિરુદ્ધ જોઈન્ટ કમિશનર, CGST-R/Special Civil Application No. ૬૭૦૧ of ૨૦૨૩ with R/Special Civil Application No. ૭૦૭૩ of ૨૦૨૩ With R/Special Civil Application No. ૧૫૭૦૮ of ૨૦૨૪-આદેશ તા. ૯.૫.૨૦૨૫. જેનો મુખ્ય મુદ્દો મર્ચન્ટ એકસપોર્ટર ઉપર લગાવવામાં આવેલ સેસને લાગતો છે.

સેસ કાયદો : GST Compensation Act, ૨૦૧૭માં કુલ ૧૪ કલમો છે. હાલ મુખ્યત્વે લક્ઝરી મોટર વાહનો, તમાકુ, ચાવવાની તમાકુ, સિગરેટ, ચિરૂટ, હુક્કા, પાન મસાલા, સ્નફ, ગુટખા, એરેટેડ વોટર, કોલસો અને લીગ્નાઈટના સપ્લાય ઉપર સેસ લાગે છે.

અગત્યના બે પરિપત્ર : તારીખ ૧૮.૧૧.૨૦૧૯ના પરિપત્ર ક્રમાંક ૧૨૫/૪૪/૨૦૧૯ - Guidelines for claims of refund of Compensation Cess para ૪૨ની સાથે તારીખ ૩૦. ૫.૨૦૧૮-Clarifications on refund related issues - reg ના પરિપત્ર ક્રમાંક ૪૫/૧૯/૨૦૧૮.

ITC : આપણે એ પણ જાણીએ છીએ કે જીએસટીમાં નિકાસના વ્યવહાર ઝીરો રેટેડ સપ્લાય ગણાય છે. આઇ જીએસટી કાયદાની કલમ ૧૬(૨) પ્રમાણે નિકાસના વ્યવહાર માફી સપ્લાય ગણાતા હોવા છતાં તેવા વ્યવહારને લગતી ઈનપુટ એક્સ ક્રેડિટ જીએસટી કાયદાની કલમ ૧૭(૫) ની જોગવાઈઓને અધિન મળવા પાત્ર થાય છે. જીએસટી કાયદાની કલમ ૫૪(૩) હેઠળના પરંતુ કર મુજબ જ્યારે વેરો ચૂકવ્યા વગર નિકાસનો વ્યવહાર કરવામાં આવેલ હોય અથવા ઇનપુટ કરતાં આઉટપુટ વેરાનો દર નીચો હોવાના કારણે ઇન્વેટેડ ડયુટી (રેટ) સ્ટ્રક્ચર થતો હોય ત્યારે વણ વપરાયેલી ઈનપુટ ટેક્સ ક્રેડિટનું રિફંડ મળવા પાત્ર થાય છે.

આઈજીએસટી કાયદાની કલમ ૧૬(૪) મુજબ જ્યારે વેરો ચૂકવીને નિકાસ કરવામાં આવી હોય ત્યારે આવા ચૂકવેલ વેરાનો રિફંડ મળવા પાત્ર થાય છે. કેટલીક ચીજોના સપ્લાય ઉપર જીએસટી ઉપરાંત સેસ લાગે છે. કમ્પેનસેશન કાયદાની કલમ ૧૧(૨) હેઠળના પરંતુ મુજબ કોમ્પેન્શન ઇનપુટ ટેક્સ ક્રેડિટ સપ્લાય પર લાગતા કોમ્પેન્શન સેસની ચુકવણી માટે જ વાપરી શકાય છે જ્યારે કોલસાની ખરીદી જીએસટી અને સેસની ચુકવણી ચૂકવીને કરેલ હોય અને તેના ઉપયોગથી ઉત્પાદિત માલ (દા. ત. અલ્યુમિનીયમ) કે જેના પર સેસ ન લાગતો હોય તેવા ઉત્પાદિત માલની નિકાસ વેરો ચૂકવીને કરેલ હોય તો વણ વપરાયેલ ઇનપુટ ટેક્સ ક્રેડિટનું રિફંડ મળવા પાત્ર છે તેવો ચુકાદો નામદાર ગુજરાત હાઇકોર્ટના તારીખ ૨૮.૩.૨૫ના રોજ પેટ્સન પેપર્સ પ્રાઇવેટ લિમિટેડ વિરુદ્ધ ગવર્ન્મેન્ટ ઓફ ઇન્ડિયા એસસીએ નંબર ૨૬૨૫૦ of ૨૦૨૨ (lead matter) અને ૨૦૩૪૧ of ૨૦૨૨ તેમજ ૧૯૨૭૯ of ૨૦૨૩ના કેસમાં આપવામાં આવેલ છે.

કેસની હકીકત : નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષના કેસોમાં એક કેસની હકીકત એવી હતી કે કંપનીનો ધંધો ડાઈઝ, ડાઈ ઇન્ટરમિડીએટ અને કેમિકલ્સ વગેરેના ઉત્પાદનનો છે. 

માલના ઉત્પાદન માટે કંપની દ્વારા કોલસાની ખરીદી કરવામાં આવેલ હતી. કોલસાની ખરીદી ઉપર જીએસટી ઉપરાંતની સેસની ચુકવણી કરવામાં આવેલ હતી. કોલસા પર સેસ લાગતો હતો. પરંતુ ઉત્પાદિત માલ પર સેસ લાગતો ન હતો. નિકાસ બે રીતે થઇ શકે છે. 

એક : LUT/બોન્ડ હેઠળ અને બેથ IGST ભરીને. ઉત્પાદિત માલની નિકાસ વેરો ચુકવીને કરવામાં આવેલ હતી જેનું કંપનીને આઈ જીએસટી કાયદાની કલમ ૧૬ હેઠળ રિફંડ આપવામાં આવેલ હતું. ઉત્પાદિત માલ પર સેસ લાગતો ન હતો તેથી તે માલના નિકાસ પર સેસ ભરવા કંપની જવાબદાર થતી ન હતી. 

નિકાસનો વ્યવહાર ઝીરો રેટેડ સપ્લાય હોવાથી આવા નિકાસને લગતી વણ વપરાયેલ ઇનપુટ ટેક્સ ક્રેડિટનું કંપની દ્વારા રિફંડ માગવામાં આવ્યું જે ડીપાર્ટમેન્ટ દ્વારા શરૂઆતમાં આપવામાં આવ્યુ હતું. પરંતુ ત્યારબાદ તારીખ ૧૮.૧૧.૨૦૧૯ ના પરિપત્ર ક્રમાંક ૧૨૫/૪૪/૨૦૧૯ની સાથે તારીખ ૩૦.૫.૨૦૧૮ના પરિપત્ર ક્રમાંક ૪૫/૧૯/૨૦૧૮ વાંચતા વેરો ચૂકવીને કરેલ ઉત્પાદિત માલના નિકાસના વ્યવહારને લગતી સેસની વણ-વપરાયેલની ઈનપુટ ટેક્સ ક્રેડિટ મળવા પાત્ર નથી તેવું ઠરાવવામાં આવ્યું હતું.

પેટ્સન : કંપની દ્વારા રજૂઆત કરવામાં આવી કે તેમના દ્વારા નિકાસ થયેલ માલ પર સેસ ચૂકવવામાં આવેલ નથી અને તે ઝીરો રેટેડ સપ્લાય ગણાતા તેમને સેસની વણ વપરાયેલ ઈનપુટ ટેક્સ ક્રેડિટનું રિફંડ મળવા પાત્ર છે. કારણ કે જીએસટી કાયદાની રિફંડની જોગવાઈ સેસના કાયદાને પણ જેમ છે તેમ લાગુ પડે છે. કંપનીને ચૂકવાયેલ રિફંડ પરત ખેંચવા કારણદર્શક નોટિસ પણ આપવામાં આવી ન હતી. બીજા બે કેસમાં અગાઉ રિફંડ ચૂકવણીનો આદેશ ખાતા દ્વારા અપીલ કરીને પડકારવામાં આવતા તે મંજૂર રાખીને સેસના રિફંડને પરત ચૂકવવા આદેશ કરવામાં આવ્યો હતો. રિફંડ ના-મંજૂર કરતા આદેશને તેમજ અગાઉ ચૂકવાયેલ રિફંડ પરત ખેંચવા બજાવવામાં આવેલ નોટિસને રીટ પિટિશન કરીને પડકારવામાં આવી. આ પૈકીના એક કેસમાં કરવામાં આવેલ સુનાવણી માટે પડતર હતી ત્યારે અપીલ અધિકારીએ વેરો ચૂકવીને કરેલ નિકાસના કેસમાં સેસની વણ વપરાયેલી ઈનપુટ ક્રેડિટનું રિફંડ મળવા પાત્ર છે તેવો કંપનીની તરફેણમાં ચુકાદો આપ્યો.

કંપનીઓ તરફે રજૂઆત : કંપનીઓ તરફે રજૂઆત કરવામાં આવી કે કલમ ૫૪(૩)ની જોગવાઈ જોતા વેરો ચૂકવ્યા વગર કરવામાં આવેલ નિકાસના વ્યવહારમાં સેસની વણ વપરાયેલ ઈનપુટ ટેક્સ ક્રેડિટનું રિફંડ મળવા પાત્ર છે. આઈ.જી.એસ.ટી ચૂકવીને કરેલ નિકાસના વ્યવહારનું રિફંડ કસ્ટમ વિભાગ દ્વારા આપવામાં આવેલ હતું. આવા નિકાસના વ્યવહાર પર સેસ ચૂકવવામાં આવેલ ન હતી અને કંપની દ્વારા સેસની વણ વપરાયેલ આઈટીસીના રિફંડનો દાવો કરવામાં આવેલ છે. 

અધિકારી દ્વારા તારીખ ૩૦.૫.૨૦૧૮ના પરિપત્ર ક્રમાંક ૪૫/૧૮ પર ખોટો આધાર લેવામાં આવેલ છે કારણ કે તે પરિપત્રમાં સેસ કાયદાની કલમ ૧૧(૨) હેઠળના પરંતુકનો આધાર લેવામાં આવેલ છે કે જે મુજબની ઈનપુટ ટેક્સ ક્રેડિટનો ઉપયોગ output ઉપર લાગતા સેસને ચૂકવવા માટે જ કરી શકાય છે. 

પરંતુ સેસ કાયદાની કલમ ૧૧(૨)ની આ જોગવાઈ ઝીરો રેટેડ સપ્લાય ન હોય ત્યારે જ લાગુ પડે. કંપની દ્વારા નિકાસનો વ્યવહાર કરેલો હોવાથી તેને આઈજીએસટી કાયદાની કલમ ૧૬ની સાથે જીએસટી કાયદાની કલમ ૫૪ વાંચતા લાગુ પડે કે જેમાં ઝીરો રેટેડ સપ્લાય કોને ગણાય તે ઠરાવવામાં આવેલ છે અને તેથી કંપનીને સેસની પણ વપરાયેલી ઇનપુટ ટેક્સ ક્રેડિટનું રિફંડ મળવા પાત્ર છે. કારણ કે માલની નિકાસ પર આઈજીએસટીની સાથે કંપનીએ સેસ ચૂકવેલ નથી. 

સેસ કાયદાની કલમ ૯(૨)ની સાથે કલમ ૧૧(૨) જોતા આઇજીએસટી કાયદા અને નિયમોની આકારણી, ઈનપુટ એક્સ ક્રેડિટ વગેરેની જોગવાઈ આંતરરાજ્ય સપ્લાયના વ્યવહાર પર સેસ કાયદાની કલમ ૮ હેઠળ લાગતા સેસને પણ લાગુ પડે છે. આ કેસોમાં કંપનીઓ દ્વારા માલની નિકાસ કરવામાં આવેલ છે. 

સેસ કાયદાની કલમ ૧૧(૨)ની સાથે IGST કાયદાની કલમ ૧૬ અને જીએસટી કાયદાની કલમ ૫૪ વાંચવી પડે અને કંપનીને કોલસાની ખરીદી ઉપર ચૂકવાયેલ સેસનું રિફંડ મળવા પાત્ર થાય છે. અધિકારી દ્વારા તારીખ ૧૮.૧૧.૨૦૧૯ના પરિપત્ર ક્રમાંક ૧૨૫/૪૪/૨૦૧૯ ઉપર લેવામાં આવેલ આધાર ખોટો છે કારણ કે તેમાં જે સ્પષ્ટતા કરવામાં આવી છે તે સેસ કાયદાની કલમ ૧૧(૨) અને GST કાયદાની કલમ ૫૪(૩)ના સંદર્ભમાં છે અને તેમાં નિકાસ કરેલ માલ પર ચૂકવવામાં ન આવેલ સેસને લગતી કોઇ જ સ્પષ્ટતા નથી. 

આથી પીટીશનરોને કોલસાની ખરીદી ઉપર ચૂકવેલ સેસની વણ વપરાયેલ ઈનપુટ ટેક્સ ક્રેડિટ નું રિફંડ ચૂકવવા માટે હુકમ કરવો જોઈએ.

- હર્ષ કિશોર

 

Related News

Icon