દિલ્હીના બહુચર્ચિત શરાબ સ્કેમ બાદ આપ સરકારનું વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે. દારૂ કૌભાંડમાં આમ આદમી પાર્ટી (AAP) એવી ફસાઈ હતી કે તેને દિલ્હીની ખુરશી ગુમાવવી પડી. દારૂ કૌભાંડ કેસમાં પાર્ટીના ઘણા મોટા નેતાઓને તિહારની જેલમાં જવું પડ્યું. પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઉપરાંત મનીષ સિસોદિયા અને શક્તિશાળી નેતા સત્યેન્દ્ર જૈનને પણ જેલની સજા ભોગવવી પડી. બધા નેતાઓ જામીન પર મુક્ત થયા છે પરંતુ દિલ્હીથી વધુ એક મળતા સમાચાર મુજબ મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ 2 હજાર કરોડ રૂપિયાના વધુ એક કૌભાંડનો કેસ નોંધવામાં આવ્યો છે.

