ગુજરાત પોલીસના એન્ટી ટેરરિઝમ સ્કવોડ (ATS) દ્વારા મોટી સફળતા પ્રાપ્ત કરવામાં આવી છે. કચ્છ જિલ્લામાંથી એક યુવકને પકડવામાં આવ્યો છે, જે પાકિસ્તાન માટે જાસૂસી કરી રહ્યો હતો. ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે આ સંદર્ભમાં એક મહત્વપૂર્ણ નિવેદન આપીને સમગ્ર મામલે પ્રકાશ પાડ્યો હતો. હર્ષ સંઘવીએ કહ્યું કે, "હું ગુજરાત ATS ને સૌપ્રથમ અભિનંદન આપું છું કે જેમણે સમયસર કાર્યવાહી કરીને દેશદ્રોહી પ્રવૃત્તિમાં સંડોવાયેલા એક શખ્સને પકડી પાડ્યો છે. આ ગુજરાત પોલીસ માટે તેમજ રાજ્ય માટે ગૌરવની વાત છે કે તેમણે પ્રોએક્ટિવ પોલીસિંગ દ્વારા આ ખતરનાક કાવતરાને નિષ્ફળ બનાવ્યું."

