
ભાજપમાં પ્રાદેશિક પ્રમુખોની નિમણૂંક માટે 3 રાજ્યોમાં ચૂંટણી અધિકારીઓની નિમણૂંક કરી છે. કિરેન રિજ્જૂ, રવિશંકર પ્રસાદ સહિતના નેતાઓને મોટી જવાબદારી આપી છે. ભાજપે તાત્કાલિક અસરથી ત્રણ રાજ્યો માટે નેતાઓ પસંદ કર્યા છે. ટૂંક સમયમાં આ રાજ્યોમાં પ્રાદેશિક પ્રમુખોની નિમણૂંક થશે. પરંતુ ગુજરાતમાં ક્યારે પ્રદેશ પ્રમુખ મળશે તેના હજુ કોઈ સંકેત નથી.
https://twitter.com/BJP4India/status/1938499505445585397
કેન્દ્રીય ભાજપે મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળ માટે રાજ્ય ચૂંટણી અધિકારીઓની નિમણૂંક કરી છે. આ અંગે માહિતી આપતા ભાજપે લખ્યું છે કે, "રાજ્ય પ્રમુખો અને રાષ્ટ્રીય પરિષદના સભ્યોની ચૂંટણી માટે મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળ માટે રાજ્ય ચૂંટણી અધિકારીઓની નિમણૂંક તાત્કાલિક અસરથી કરવામાં આવી છે. ભાજપે મહારાષ્ટ્રમાં કિરેન રિજિજુ, ઉત્તરાખંડમાં હર્ષ મલ્હોત્રા અને પશ્ચિમ બંગાળમાં રવિશંકર પ્રસાદની નિમણૂક કરી છે.
ગુજરાતમાં પણ સીઆર પાટીલની ટર્મ પૂરી થઈ ગઈ છે. ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે આગામી કોણ હશે. ક્યારે તેની ચૂંટણી યોજાશે તે હજુ નક્કી થયું નથી.