કર્ણાટક હાઈકોર્ટે રૉયલ ચેલેન્જર્સ બેંગલુરુની વિક્ટ્રી પરેડ દરમિયાન બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થયેલી નાસભાગ મામલે મોટો નિર્ણય લીધો છે. કોર્ટે રાજ્યના ક્રિકેટ એસોસિએશન (KSCA) અધિકારીઓ વિરુદ્ધના દંડાત્મક કાર્યવાહી પર રોક લગાવી છે. કોર્ટે પોલીસને નિર્દેશ આપ્યો છે કે, ‘નાસભાગના કેસમાં નોંધાયેલી એફઆઈઆરના આધારે કેએસસીએ વિરુદ્ધ કોઈપણ દંડાત્મક કાર્યવાહી ન થવી જોઈએ. જોકે કોર્ટે એસોસિએશનને તપાસમાં સહયોગ આપવાનો તેમજ મંજૂરી વગર કોર્ટના અધિકાર ક્ષેત્રથી બહાર ન જવાનો નિર્દેશ આપ્યો છે.

