રાજ્ય સરકાર વિકાસના મોટા મોટા બણગાં ફૂંકે છે, ત્યારે ગુજરાતના ઘણા એવા વિસ્તારો છે જ્યાં આજ દિન સુધી પાકા રસ્તા, પુલ જેવી પાયાની જરૂરિયાતોનો અભાવ છે. આજે અમે તમને ગુજરાતના એક એવા ગામની વાત કરીશું. જ્યાં પુલના અભાવે વરરાજા હોડીમાં બેસી પરણવા નીકળ્યા છે. દરરોજ બાળકો જીવના જોખમે અભ્યાસ અર્થે હોડીમાં બેસીને જાય છે. ગ્રામજનોની વર્ષો જૂની પુલની માંગ આજ દિન સંતોષવામાં આવી નથી. અમે વાત કરી રહ્યા છે મહિસાગર જિલ્લાના કડાણાના રાઠડા બેટ વિસ્તારની, જ્યાં આજે પણ 'વિકાસ' નો પનો ટૂંકો પડ્યો છે. સ્થાનિકોને અવર-જવર માટે બોટ સિવાય કોઇ વિકલ્પ નથી.

