મહેસાણા જિલ્લામાં સાબરમતી નદી ઉપર આવેલા ધરોઈ ડેમ વિસ્તાર પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યો છે. રૂ.1000 કરોડ કરતા વધુ રૂપિયાથી કુદરતી સૌંદર્યના ખજાનાથી ભરપૂર ધરોઈ ડેમ વિસ્તારને પ્રવાસન સ્થળ તરીકે વિકસિત કરાયું છે.
કુદરતી સૌંદર્યની સાથે પ્રવાસીઓ જમીન,આકાશ અને પાણીમાં એડવેન્ચર રોમાંચ અનુભવી શકે એ માટે 10 પ્રકારની એક્ટિવિટી પણ ધરોઈ ખાતે તૈયાર કરવામાં આવી છે. આ સાથે પ્રવાસીઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો દૂરથી આવનાર પ્રવાસીઓ એડવેન્ચર ફેસ્ટની સાથે રાત્રી રોકાણ કરી શકે એ માટે ટેન્ટ સીટી પણ બનાવવામાં આવી છે. આમ,ધરોઈ પ્રવાસે આવનાર પ્રવાસીઓ રોકાણ કરી શકે એવી સગવડ ઉભી કરાઈ છે.
તેમજ કુદરતી સૌંદર્યની સાથે પાણીમાં બોટિંગ,પેરાસેઇલિંગ, હવામાં પેરામોટરિંગ, જમીન ઉપર કલાઇમીંગ, બોલ્ડરીંગ, ટ્રેકિંગ, હાઇકિંગ ટ્રેલ્સ, માઉન્ટેન બાઇકિંગ, સાયકલિંગ અને કેમપિંગ જેવી એક્ટિવિટી પ્રવાસીઓ માટે તૈયાર કરાઈ છે. રૂ.1000 કરોડ કરતા વધુ રૂપિયાથી કુદરતી સૌંદર્યના ખજાનાથી ભરપૂર ધરોઈ ડેમ વિસ્તારને પ્રવાસન સ્થળ તરીકે વિકસિત કરાયું છે. આ પ્રવાસન સ્થળ તરીકે વિકસિત થયેલા દેશના સૌથી લાંબા અને રાજ્યના પ્રથમ ધરોઈ સ્થિત એડવેન્ચર ફેસ્ટને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ 23મી મેના રોજ ઉદઘાટન કરી પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકશે.