
રાજકોટ જિલ્લાના તાલાળા ગામમાં રહેતી અને સુપેડી ગામમાં ઈવા આયુર્વેદ કોલેજમાં અભ્યાસ કરતી અક્ષિતાબેન જીવરાજભાઈ વાળાનું હિટ એન્ડ રનમાં મોત નિપજ્યું હતું. 21 વર્ષીય મૃતક યુવતી કોલેજનું વેકેશન પૂર્ણ થવાનું હોવાથી બસમાં નિકળી હતી અને સુપેડી ગામમાં બસમાંથી ઉતરી હતી. કોલેજ તરફ જવા માટે રોડ ક્રોસ કરતી વખતે પાછળ થી અજાણ્યો બોલેરો વાહન ચાલક યુવતીને હડફેટે લઈને ફરાર થઈ ગયો હતો.
ઘટનામાં અક્ષિતાબેન વાળાનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. આ ઘટના બનતાં સ્થાનિક લોકોએ માનવંતાની રૂએ એક અન્ય ફોરવિલ ફેમિલી સાથે નિકળી હતી તેમાં તાત્કાલિક ઉપલેટાની કોટેઝ હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત યુવતીને ખસેડવામાં આવી હતી. હોસ્પિટલમાં ફરજ પરનાં તબીબે યુવતીને મૃત જાહેર કરી હતી. આ બનાવને લઈને આશાસ્પદ યુવતી અને તેના પરિવાર જનોનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું.
આ ઘટના ની જાણ ઉપલેટા પોલીસ તંત્રને થતાં ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. નેશનલ હાઇવે ઓથોરિટીનાં CCTV કેમેરાના ફૂટેજ મેળવી ઘટનાની તપાસ કરી રહી છે.