
અમદાવાદ શહેરમાં નકલી પનીર બાદ નકલી ક્રીમ નરોડા પોલીસ દ્વારા શંકાસ્પદ ક્રીમનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. હોળી-ધૂળેટીના તહેવારો પૂર્ણ થયા બાદ આખરે એએમસી તંત્રએ આળસ ખંખેરીને કાર્યવાહીનો દોર શરૂ કર્યો છે.
અમદાવાદના નરોડા વિસ્તારમાં પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાં વિવિધ એકમોમાં બનતી ખાદ્ય વસ્તુઓના નમૂના લેવામાં આવી રહ્યા હતા. આ દરમ્યાન શ્રીનાથ એસ્ટેટમાંથી એએમસીના ફૂડ વિભાગે એક હજાર કિલો જેટલું શંકાસ્પદ ક્રીમ પકડાયું છે. શ્રીનાથ એસ્ટેટના સંચાલકો શુદ્ધ ક્રીમમાં પામોલિન તેલ., વેજિટેબલ ઓઈલ, મિલ્ક પાઉડરને ભેળવી ક્રીમને ભેળસેળવાળું બનાવવામાં આવતું હતું. આવું ક્રીમ તેમજ તેમાંથી બનાવેલ ઘી ખાવાથી હૃદય સબંધી સમસ્યા સર્જાઈ શકે છે. ત્રણ મહિના પહેલા આ એકમ દ્વારા વેપાર શરૂ કરાયો હતો. જો કે, પોલીસે નરોડામાં આવેલું આ એકમ શ્રીનાથ એસ્ટેટને સીલ મારીને શંકાસ્પદ ક્રીમનો જથ્થો જપ્ત કરી લેબોરેટરીમાં તપાસ માટે મોકલો આપ્યો છે.