સુરત શહેરના વેડ રોડ વિસ્તારમાં રહેતા બિહારની 25 વર્ષીય યુવતી સાથે ઇન્સ્ટાગ્રામ થકી મિત્રતા કેળવ્યા બાદ ડુમ્મસ બીચ ઉપર ફરવાના બહાને કારમાં ઓલપાડના ડભારી બીચ ખાતે લઇ જઇ કોલ્ડ્રીંકસમાં ઘેની પદાર્થ પીવડાવી અર્ધબેભાન હાલતમાં જહાંગીરપુરા વિસ્તારની ઓયો ગ્રીન હોટલમાં લઇ જઇ અર્ધબેભાન હાલતમાં એક પછી એક દુષ્કર્મ કરનાર વોર્ડ નં. 8 ના ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ અને મહામંત્રી એવા આદિત્ય ઉપાધ્યાય અને તેના મિત્ર વિરૂધ્ધ જહાંગીરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો હતો. પોલીસે આજે બન્ને આરોપીને કોર્ટમાં રજૂ કરીને 10 દિવસના રિમાન્ડ માગ્યા હતાં. જો કે કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. બીજી તરફ પોલીસે ભાજપના મહામંત્રી આદિત્યના ગેરકાયદેસર નોનવેજનો ઢાબો અને ગેરકાયદેસર દબાણો દૂર કર્યો હતો.

