સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 199 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ રાજકોટના જામકંડોરણામાં 5.6 ઈંચ વરસાદ નોંધાયો હતો. સાબરકાંઠાના ઈડરમાં 5.5 ઈંચ, બનાસકાંઠાના ધાનેરામાં 5.2 ઈંચ, રાજકોટના ધોરાજીમાં 4.6 ઈંચ, જામનગરના જોડિયામાં 4 ઈંચ, કચ્છના મુન્દ્રામાં 3.86 ઈંચ, જામનગરના લાલપુરમાં 3.7 ઈંચ, રાજકોટના જેતપુરમાં 3.46 ઈંચ અને સુરેન્દ્રનગરના વઢવાણમાં 3.31 ઈંચ વરસાદ નોંધાયો છે. નોંધનીય છે કે, રાજ્યના 77 તાલુકામાં એકથી પોણા છ ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો.

