
ગુજરાતમાં ફરી એકવાર ધરા ધ્રુજી છે. ગીર સોમનાથ જિલ્લામાં 3.4ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપનું કેન્દ્ર જમીનથી 5 કિલોમીટર ઊંડાણે જાણવા મળ્યું છે.
ગીર સોમનાથના તાલાલા ગીર પંથકમાં 9:15 કલાકે 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો. ભૂકંપનું કેન્દ્રબિંદૂ તાલાલાથી 19 કિમી દૂર નોંધાયું છે.
https://twitter.com/NCS_Earthquake/status/1931742232643526859
ગુજરાતમાં 7 જૂન 2025 પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ આંચકો કચ્છ જિલ્લાના લખપતથી 68 કિલોમીટર દૂર નોંધાયો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.5 હતી.
15 નવેમ્બર 2024ના રોજ ઉત્તર ગુજરાતના પાટણ, પાલનપુર, અંબાજી, અને અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.2 હતી, અને તેનું કેન્દ્રબિંદુ પાટણથી 13 કિલોમીટર દૂર હતું. આ આંચકાઓથી કોઈ જાનહાનિ કે નોંધપાત્ર નુકસાનના અહેવાલ નથી. ગુજરાત, ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્ર, ભૂકંપની દૃષ્ટિએ સંવેદનશીલ વિસ્તારોમાં આવે છે, અને આવા નાના આંચકા અવારનવાર અનુભવાય છે, જે મોટાભાગે 2001ના ભુજ ભૂકંપના આફ્ટરશોક્સ સાથે સંબંધિત હોય છે.