Home / : Dharmlok : God's best creation is 'Mother'

Dharmlok : ઇશ્વરનું સર્વોત્તમ સર્જન 'માઁ' છે

Dharmlok : ઇશ્વરનું સર્વોત્તમ સર્જન 'માઁ' છે

આખા જગતની સંભાળ લેવાનું કામ માતા દ્વારા જ સંભાળ્યું છે પ્રાચીન સાહિત્યનાં 'માતૃદેવો ભવ' (માતાને દેવ સમાન જાણ) ન માતુઃ પરદૈવતમ' (માતાથી મોટો બીજો કોઈ દેવ નથી.) જેવા વાક્યો માતાનું નિરતિશય પણે ગૌરવ કરે છે. ઇશ્વરનું સર્વોત્તમ 'સર્જન'માઁ છે. આચાર્ય વિનોબા ભાવે એ તો માતામાં જ પરમેશ્વરનાં દર્શન કરવા હોય તો સૌ પહેલા કરૂણામૂર્તિ માતામાં કરો. જેને માતામાં જીવંત પરમેશ્વર નહી દેખાય તેને બીજે ક્યાંથી દેખાવાનો હતો ? મા વિનાના બાળકની જીવનની કરૂણતાનો કોઈ પાર નથી. કહેવત છે કે જો તમે માની સેવા કરો તો તમારે મંદિરમાં જવાની જરૂર જ નથી. જગતના તમામ મહાપુરુષોના ઘડતર પાછળ મોટે ભાગે તેમની માતાઓએ ઘણો મોટો ભોગ આપેલો છે. પ્રભુનાં પ્રેમનું જીવંત સ્વરૂપ માતા છે. એ પ્રેમ નિસ્વાર્થ છે. અગ્નિમાં તપીને શુધ્ધ થયેલા સોના જેવો છે. અને તેથી જગતમાં માતૃપ્રેમની જાત જુદી પડે છે એ બધા કરતા અલગ જ તરી આવે છે અનેક સંબંધોમાં ગૂચવાતો માનવી માના નિસ્વાર્થ પ્રેમમાં અપાર પ્રફૂલ્લતાનો અનુભવ કરે છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

દુનિયાથી બળ્યોઝળ્યો માનવી માતા પાસે જ અપાર સાંત્વન પામે છે. એની આંખનું અમૃત બાળકને નવજીવન બક્ષે છે. બાળક દુઃખ ભૂલે છે. માની વહાલથી ભરેલી વાણી બાળકનો થાક ઉતારે છે. પ્રેરણા અને જુસ્સો મેળવે છે. સાચી સમજ આપે છે. માનું હૃદય કોણ વર્ણવી શકે ? મા બન્યા વિના માના હૃદયનો ખ્યાલ આવી જ ના શકે. માનું જ મોટું સ્વરૂપ જન્મભૂમિ છે. રાષ્ટ્રમાતા છે એ પણ મનુષ્યનાં વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે. શ્રી રવિન્દ્રનાથ ટાગોરે 'જનગણમન' દ્વારા અને બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે 'વદે માતરમ' દ્વારા માતૃભૂમિનાં જ ગુણગાન ગાયા છે. ઋગ્વેદ ઋષિએ ગાયુ છે કે,' માતા ભૂમિઃ પુત્રોડહં પૃથિવ્યા : પૃથ્વી મારી માતા છે હું તેનો પુત્ર છું. પૃથ્વીને તો ઠીક સ્વર્ગને પણ માતા વિના ચાલ્યુ નથી. રાક્ષસોથી પીડાયેલા દેવેએ પોતાનું તેજ એકઠું કરીને માતૃસ્વરૂપ નિમ્યું ( આ માટે સપ્તતી (ચંડીપાઠ)નો બીજો અધ્યાય વાંચવા જેવો છે. અને એ જ સ્વરૂપે જગદંબાએ ધૂમલોચન, ચંડ-મુંડ, શુંભ-નિશુંભ, રક્તબીજ આદિનો સંહાર જગદંબાએ કરીને દેવોને નિર્ભય કર્યા અને છતાં યે રાક્ષસોનો (મર્યા બાદ) ઉધ્ધાર પણ કર્યો. કેવી અપાર કરૂણા ! આથી શક્રાદિ સ્તુતિમાં આવે છે કે 'ચિત્તે કૃપા સમર નિષ્ઠુરતા ચ દૃષ્ટા । ત્વયૈવ દેવિ વરદે ભુવનત્રથેપિ । હે વરદાન આપનારા જગદંબા યુદ્ધમાં કઠોરતા અને ચિત્તમાં અપાર કૃપા તો એક માત્ર તમારામાં જ જોઈ. અન્યત્ર નહિ. જે રાક્ષસોને તમે સંહાર્યા તેમને જ ઉત્તમ ગતિ આપવાની કૃપા પણ તમે કરી. આવું કોમળતા અને કઠોરતાનું મિશ્રણ ક્યાંય જોવા મળતું નથી. આથી જ આદિ શંકરાચાર્યે કહ્યું છે કે માતૃત્વ અનંત છે અને તેનું વાહન પણ અશકય છે. આથી જ શક્રાદિ સ્તુતિમાં આવે છે 

માતસત્વમં ગતિસત્વં ત્વમેકા ભવાનિ ।

(હે મા તમે જ એક શરણ સ્થાન છો)

Related News

Icon