ધોમધખતી ગરમી, દઝાડી દેતો તડકો માનવીઓથી લઈને પ્રાણીઓને પણ અકળાવી મૂકે છે. સૂર્યદેવનો પ્રકોપ વરસતો હોય ત્યારે ઘરથી બહાર નીકળવું મોટા પડકાર સમાન બની રહે છે. કાળઝાળ ગરમીના સમયમાં આપણને ઘણી વખત હીટસ્ટ્રોક અને હીટ એક્ઝોશન જેવા શબ્દો સાંભળવા મળે છે. પરંતુ મોટાભાગના લોકો હીટ સ્ટ્રોક અને હીટ એક્ઝોશન વચ્ચેનો તફાવત નથી જાણતા. આ બંને સ્થિતિ બિલકુલ અલગ અલગ પ્રકારની છે. વાસ્તવમાં આમાંની કોઈપણ સ્થિતિમાં બેદરકારી કરવામાં આવે તો તે જીવલેણ થવાની ભીતિ રહે છે. નિષ્ણાતો આ બેઉ સ્થિતિ વચ્ચેનો ભેદ સમજાવતાં કહે છે.....

